મુક્તપંચિકા મને ગમી

મુક્તપંચિકા શબ્દથી તમને નવાઇ થઇ? કે મુક્તપંચિકા શું છે?

આજે મુક્તપંચિકા અને લઘુલિકા બ્લોગ પર કેટલીક મુક્તપંચિકાઓ વાંચી.  ગુજરાતીની નવી ટાઇપની કવિતા મુક્તપંચિકા નવું નામ , તેથી મને નવાઇ લાગી.

ગુજરાતી ભાષા માં કવિતાના પ્રકાર ઘણા છે. મને પણ આ નવો પ્રકાર મુક્તપંચિકા ગમ્યો. એટલા માટે કે  મુક્તપંચિકાની રચના એકદમ ઇઝી છે.

મુક્તપંચિકા આટલી સરળતાથી લખાઇ શકે તેથી મઝા આવી. પાંચ લીટીની મુક્તપંચિકા.     સ્કૂલનો વિદ્યાર્થી પણ લખી શકે. તે ના શબ્દો મઝાના, સમજવામાં ઇઝી પડે . વંચાય ફટાફટ .

કેટલાક લાગણીભરેલા શબ્દો. મનને છૂઇ જાય એટલે મઝા આવે.

કેટલીક મુક્તપંચિકામાં ઊંડો અર્થ શોધવાની તો ખૂબ મઝા પડી, પણ કેટલીક મુક્તપંચિકાનો  અર્થ કોઇ સમજાવે તો સારું.

મારે પણ આવી મુક્તપંચિકા લખતાં શીખવું છે. “મુક્તપંચિકા અને લઘુલિકા” બ્લોગ પર છે તેવી.

સોરી, પણ લેખકની મંજૂરીની મળશે તેમ સમજી એક બે લખુ:

+++

(1)

ન ફૂલ-વેલ,

ન બનું તરુ!

બસ, મારે તો આજ

તરણું થઈ

ફરફરવું!

+ + + + +

(2)

છલકી રહી

તુજ સંપદા

હર શૂન્યમાં, હર

ન્યૂનમાં, કણ

રિક્ત ના રહે!

+++++

આપને મુક્તપંચિકા વાંચવા લિંક: મુક્તપંચિકા અને લઘુલિકા 

Advertisements