મુક્તપંચિકા હોળી ઉત્સવની

ફરી એક વાર મુક્તપંચિકાની વાત :

મુક્તપંચિકાની ખાસ પોસ્ટ હોળી વિશેષ પર વાંચી.
ગુજરાતી બ્લૉગ  “મુક્તપંચિકા અને લઘુલિકા” પર નાના મોટા સૌને ખુશ કરી દે તેવી હોળી પરની સ્પેશિયલ મુક્તપંચિકાઓ વાંચી.. તમને રસ પડશે જ . તમે ચોક્કસ વાંચો.

આભાર સાથે તે બ્લોગ પરથી અહીં ફરી લખું છું…..

મુક્તપંચિકા ….

(1) મુક્તપંચિકા

નવપલ્લવ

કેસૂડા શાખે

ફૂલફટાક થઈ

ફાગણ છાંટે,

રંગબહાર!

(2) મુક્તપંચિકા

*

મત્તછકેલું

રાતું જોબન

ફાગણ કેરા રંગે

રંગાતું જાતું

સાજન સંગે!

* * *

અને બીજી પણ મુક્તપંચીકા ત્યાં છે. વાચકોને  ગમે તેવી.

 

Advertisements