મુક્તપંચિકા હોળી ઉત્સવની

ફરી એક વાર મુક્તપંચિકાની વાત :

મુક્તપંચિકાની ખાસ પોસ્ટ હોળી વિશેષ પર વાંચી.
ગુજરાતી બ્લૉગ  “મુક્તપંચિકા અને લઘુલિકા” પર નાના મોટા સૌને ખુશ કરી દે તેવી હોળી પરની સ્પેશિયલ મુક્તપંચિકાઓ વાંચી.. તમને રસ પડશે જ . તમે ચોક્કસ વાંચો.

આભાર સાથે તે બ્લોગ પરથી અહીં ફરી લખું છું…..

મુક્તપંચિકા ….

(1) મુક્તપંચિકા

નવપલ્લવ

કેસૂડા શાખે

ફૂલફટાક થઈ

ફાગણ છાંટે,

રંગબહાર!

(2) મુક્તપંચિકા

*

મત્તછકેલું

રાતું જોબન

ફાગણ કેરા રંગે

રંગાતું જાતું

સાજન સંગે!

* * *

અને બીજી પણ મુક્તપંચીકા ત્યાં છે. વાચકોને  ગમે તેવી.

 

ફિલ્મી ગીતો પર જાણવા જેવો બ્લોગ “

આજે ફિલ્મી ગીતોની આનંદ આપે તેવી પોસ્ટ  નજરે પડી.

શ્રી શાસ્ત્રિ સાહેબનો બ્લોગ સરસ છે. ” પ્રવિણ શાસ્ત્રીની વાર્તાઓ અને …’ બધાએ વાંચવા જેવો બ્લોગ છે.

તેમાં રાગ ભિમપલાસીના ગીતો  ભરી પોસ્ટ તો ખૂબ ગમે તેવી ..

તેનાં ગીતો:  મધુબાલાનું ગીત ..સરસ વિડિયો.. અને .. કુછ દિલને કહા.. બીજ જુના ના જોયા હોય તેવા6 ગીતો પન

નવામાં : દિલમે તુઝે બિઠાકે .. તુમ મિલે દિલ ખિલે

આ બધાં ગીતો માટે   ક્લિક કરો:    શ્રી   શાસ્ત્રી સાહેબના   બ્લોગ પર

આભાર  .. શાસ્ત્રિ સાહેબ .

મુક્તપંચિકા મને ગમી

મુક્તપંચિકા શબ્દથી તમને નવાઇ થઇ? કે મુક્તપંચિકા શું છે?

આજે મુક્તપંચિકા અને લઘુલિકા બ્લોગ પર કેટલીક મુક્તપંચિકાઓ વાંચી.  ગુજરાતીની નવી ટાઇપની કવિતા મુક્તપંચિકા નવું નામ , તેથી મને નવાઇ લાગી.

ગુજરાતી ભાષા માં કવિતાના પ્રકાર ઘણા છે. મને પણ આ નવો પ્રકાર મુક્તપંચિકા ગમ્યો. એટલા માટે કે  મુક્તપંચિકાની રચના એકદમ ઇઝી છે.

મુક્તપંચિકા આટલી સરળતાથી લખાઇ શકે તેથી મઝા આવી. પાંચ લીટીની મુક્તપંચિકા.     સ્કૂલનો વિદ્યાર્થી પણ લખી શકે. તે ના શબ્દો મઝાના, સમજવામાં ઇઝી પડે . વંચાય ફટાફટ .

કેટલાક લાગણીભરેલા શબ્દો. મનને છૂઇ જાય એટલે મઝા આવે.

કેટલીક મુક્તપંચિકામાં ઊંડો અર્થ શોધવાની તો ખૂબ મઝા પડી, પણ કેટલીક મુક્તપંચિકાનો  અર્થ કોઇ સમજાવે તો સારું.

મારે પણ આવી મુક્તપંચિકા લખતાં શીખવું છે. “મુક્તપંચિકા અને લઘુલિકા” બ્લોગ પર છે તેવી.

સોરી, પણ લેખકની મંજૂરીની મળશે તેમ સમજી એક બે લખુ:

+++

(1)

ન ફૂલ-વેલ,

ન બનું તરુ!

બસ, મારે તો આજ

તરણું થઈ

ફરફરવું!

+ + + + +

(2)

છલકી રહી

તુજ સંપદા

હર શૂન્યમાં, હર

ન્યૂનમાં, કણ

રિક્ત ના રહે!

+++++

આપને મુક્તપંચિકા વાંચવા લિંક: મુક્તપંચિકા અને લઘુલિકા 

આતાજીનો સ્વર્ગવાસ

થોડા દિવસ પહેલાં સમાચાર જાણ્યાં કે ઉત્તરાયન ના દિવસે આતાજી નો સ્વર્ગવાસ થયો છે.

હજી તેમના બ્લોગનો માં ડ પરિચય થયો ત્યાંતો આતાજી ચાલયા ગયા. સીધો પરિચય નહી છતાં દુખ થાય છે.

બધા બ્લોગ્સ પર આતાજીને અંજલિ અપાઈ છે.

આતાજીના આત્માને પરમ શાંતિ મળો તેવી અંજલિ. ઓમ શાંતિ…

આતાવાણી ના આતાજી

આતાવાણી બ્લોગ જોયો તો ખૂબ ખુશી થઈ.

મને તેમની બધી ભાષા  કાઠિયાવાડી પૂરી નથી સમજાતી પણ મઝા આવે..

આતાજીનું  અદભુત વ્યક્તિત્વ છે. અને તેમને ગ્રેટ ગ્રેટ ગ્રાંડ સન છે તે તો બહુજ  નવાઈની વાત .. આ જમાનામા બહુ નસીબદાર વ્યક્તિ ને પુત્રી ની પુત્રીની દીકરાનો દીકરો હોય. વાહ આતાજી… પ્રણામ

ગુજરાતી બ્લોગ જગતના દાદાજી .. આપણા સૌના દાદાજી …

ગુજરાતી બ્લોગ જગત

છેલ્લા થોડાં દિવસોમાં કેટલાંક બ્લોગ્સ પસંદ પડ્યાં. તે બધા બ્લોગ્સની  આજે નાની યાદી બનાવુ છુ.

ગુજરાતી બ્લોગ જગત:

ગુજરાતી ભાષાના નજરે પડતાં કેટલાક બ્લોગ્સ:

ગુજરાતી લેક્સિકોન – શબ્દકોશ

રીડ ગુજરાતી  શ્રી મૃગેશ ભાઇ 

ગુજરાતી પ્રતિભા પરિચય : શ્રી સુરેશ જાની તથા અન્ય

સમંવય   સુશ્રી ચેતનાબહેન  શાહ

મધુસંચય :  શ્રી હરીશભાઈ દવે 

વેબગુર્જરી: શ્રી જુગલકિશોરભાઈ  વ્યાસ

ફોર એસ.વી. પ્રભાતનાં પૂષ્પો:    ?

અક્ષરનાદ : શ્રી જિગ્નેશ અધ્યારૂ

અનામિકા : અનામિકાને પત્રો:    શ્રી હરીશભાઈ દવે

ગુજરાતી દુનિયા : શ્રી ઉર્વિશ કોઠારિ

મુક્તપંચિકા  અને  લઘુલિકા :     શ્રી હરીશભાઈ દવે

ટહુકો    શ્રી  જયશ્રી બેન  ?

 

 

* * * *

ઇંટરનેટ પર ઘણાં બધા ગુજરાતી ભાષાના બ્લોગ્સ પબ્લિશ થતા હોય છે. બધાંનું લીસ્ટ બનાવવા ઇચ્છા છે. ગ

ગુજરાતી બ્લોગર્સ મિત્રોને વિનંતી કે તમે તમારા બ્લોગનું યુઆરલ મારી પોસ્ટ પર કોમેંટ માં લખશો તો અહી લિસ્ટ માં એડ કરીશ. …

આહા !!  ગુજરાતી  ભાષામાં  અન્ય સુંદર બ્લોગ્સની  વિઝિટ કરતાં ખુશી થાય છે. ઘણા  બ્લોગ્સ ઉમેરવા પડશે … આ બધા બ્લોગ્સમાં મઝા આવી …

વિનોદવિહાર   શ્રી વિનોદભાઈ પટેલ

અરવિંદ અડાલજાનો બ્લોગ  શ્રી અરવિંદ ભાઈ અડાલજા

એક બીજો બ્લોગ ગમ્યો:

આતાવાણી  https://aataawaani.wordpress.com/

શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો: એક નાની યાદી

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તકોની યાદી બનાવવી મુશ્કેલ છે. પણ એક નજરે થોડાં પુસ્તકો આવી રીતે પસંદ કરી શકાય.

પુસ્તકનાં નામ પછી તેના કર્તા/લેખકનું નામ છે:

 • સરસ્વતીચંદ્ર :  ગોવર્ધન રામ ત્રિપાઠી
 • સૌરાષ્ટ્રની રસધાર : ઝવેરચંદ મેઘાણી
 • ઝેર તો પીધાં છે જાણી જાણી : મનુભાઈ પંચોળી ‘દર્શક’
 • માનવીની ભવાઈ : પન્નાલાલ પટેલ
 • ખેતરને ખોળે : પીતાંબર પટેલ
 • તણખા મંડળ : ધૂમકેતુ
 • મારી આત્મકથા : મહાત્મા ગાંધીજી
 • ગુજરાતનો નાથ : કનૈયાલાલ મુનશી
 • ગ્રામ્યલક્ષ્મી : રમણલાલ વસંતલાલ દેસાઈ
 • ભદ્રંભદ્ર : રમણલાલ નીલકંઠ
 • સોરઠી બહારવટિયા: ઝવેરચંદ મેઘાણી
 • મળેલા જીવ : પન્નાલાલ પટેલ

વાચકો  આ એક તદ્દન નાની યાદી છે. બીજાં પુસ્તકોની મોટી યાદી પછીથી . . .